ભારતીય બંધારણ ભાગ-1: સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર (અનુચ્છેદ 1 થી 4)
ભારતીય બંધારણ વિશ્વના સૌથી વિસ્તૃત લેખિત બંધારણોમાંનું એક છે. ભારતીય બંધારણમાં ભારતની શાસનવ્યવસ્થા, નાગરિકોના અધિકારો, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો તેમજ દેશના ભૌગોલિક અને રાજકીય માળખા અંગે વિસ્તૃત જોગવાઈઓ કરવામાં આવી છે. ભારતીય બંધારણના ભાગ-1માં ભારતનું નામ, તેનું રાજ્યક્ષેત્ર, નવા રાજ્યોની સ્થાપના, નવા રાજ્યોને સંઘમાં સામેલ કરવા તેમજ વર્તમાન રાજ્યોની સીમા અને નામમાં ફેરફાર કરવા